મહાકાલેશ્વર એ ૧૨ જ્યોર્તીલીંગોમા નુ એક જ્યોર્તીલીંગ છે. જે મધ્યપ્રદેશ ના ઉજ્જૈન મા આવેલ છે. આ એક પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ મહાકાલેશ્વર ની ખાસીયત એ વેહલી સવાર મા થતી ભસ્મ આરતી છે. અહી દેશ વિદેશ થી શ્રધાળુઓ મહાદેવજીના દર્શન માટે આવે છે અને શિપ્રા નદી મા સ્નાન કરી ને ધન્યતાની અનુભૂતી મેળવે છે
મહાકાલેશ્વર મંદીર महाकाल चोराहा ( મહાકાલ ચાર રસ્તા ) પર આવેલુ છે . ઉજ્જેન
રેલ્વે સ્ટેશન
થી વેન ટેક્સીવાળા ૧૦ રૂપીયા મા તેમજ રિક્ષા વાળા ૩૦ રૂપીયા મા મહાકાલ ચોરાહા લઈ જાય છે. મહાકાલ ચોરાહા ઉતરો એટલે સામેજ મંદીર જોવા મળશે .
( મહાકાલ ચોરાહા થી મહાકાલેશ્વર મંદીર નૂ નયનરમ્ય દ્રશ્ય
. આ ફોટો અમોએ ૨૮/૧૦/૨૦૧૯ ના રોજ સવારે ૦૭:૫૧ વાગે લીધો હતો. મંદિરની અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી )
અહી મંદીર મા જવા માટે ના ૨
ગઈટ છે .એક મહાકાલ ચોરાહા થી અને બીજો મંદીર દ્વારા સંચાલીત સામાન અને મોબાઈલ ઘર છે
ત્યાથી થોડુક ચાલતા પાછળ ના રસ્તે ગેઈટ છે ત્યાથી પણ એંટ્રી મળે છે. તહેવાર ના સમયે
તેમજ સોમવારે દર્શન માટેવધુ સમય લાગે છે. નવા વર્ષ ના દીવસે તમામ દર્શનાર્થીઓ ને સોમનાથ
ના જુના મંદીર ની જેમજ વ્યક્તીગત શિવલીંગ ના દર્શન નો ગર્ભગ્રુહ મા જઈને લાભ આપવામા
આવે છે. વહેલી સવારે થતી ભસ્મ આરતી માટે
અગાઊ થી ઓંલાઈનબુકીંગ કરાવવુપડે છે. આ માટે http://dic.mp.nic.in/ujjain/mahakal/Bhasmarti/calender.aspx?section_name=Bhasmarti%20Booking ડાઈરેક લીંક પર જઈ ને બુકીંગ કરાવી શકાય છે.અહી V.I.P દર્શન ટીકીટ ની સગવડ
મળે છે. V.I.P દર્શન ટીકીટ પ્રત્યેક વ્યક્તી દીઠ ૨૫૦/- ની ફી ભરવાની હોય છે.
આટીકીટ મંદીર ના કાઊંટર પર થી તેમજ ઓન્લાઈન
પણ મળી શકે છે . http://dic.mp.nic.in/ujjain/mahakal/Darshan_Ticket/151_ticket.aspx?section_name=151%20Ticket પર થી V.I.P દર્શન ટીકીટ લઈ શકાય છે.
ઉજ્જૈન મા દર્શનીય સ્થળ: મહાકાલેશ્વર મંદીર , કાલ ભેરવ મંદીર,હરસિદ્ધિ મંદીર , સાંદીપની આશ્રમ, મંગલનાથ
મંદીર, રામ ઘાટ , ગઢકાલીકા મંદીર, ચિંતામણી ગણેશ, શની મંદીર બડા ગનેશજી કા મંદીર , ચારધામ મંદીર, નવગ્રહ મંદીર, ભર્તુહરી
ની ગુફા,કાલીદેહપેલેસ , વિક્રમ કિર્તીમંદીર
મ્યુઝીયમ, શ્રીજગદીશમંદીર.
( અહી ઉજ્જેન દર્શન ની બસ સર્વીસ પણ ચાલુછે.જે ૫૦/- રૂપીયા મા મહત્વના દર્શનીય સ્થળો બતાવે
છે . આ ફોટો અમોએ ૧૫/૭/૨૦૧૮
ના રોજ સવારે૯:૨૪ વાગે લીધો હતો .)
Shipra River આ ફોટો અમોએ ૧૫/૭/૨૦૧૮ ના રોજ સવારે 10:26 વાગે લીધો હતો
સાંદીપની આશ્રમ નો આ ફોટો અમોએ ૧૫/૭/૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૩૮ વાગે લીધો હતો
Bhartuhari Ni Gufa આ ફોટો અમોએ 12/1/2014 ના રોજ સવારે 10:50
વાગે લીધો હતો
MANGAL NATH TEMPLE આ ફોટો અમોએ ૧૫/૭/૨૦૧૮ ના રોજ સવારે 11:27 વાગે લીધો હતો
Kaal Bhairav Mandir આ ફોટો અમોએ ૧૫/૭/૨૦૧૮ ના રોજ સવારે 12:21
વાગે લીધો હતો.
Chardham Mandir આ ફોટો અમોએ ૧૫/૭/૨૦૧૮ ના રોજ સવારે 08:52 વાગે લીધો હતો
ક્યા રહેશો :
મંદીર ટ્રષ્ટ દ્વારા
રહેવા માટે ધર્મશાળા નુ ઓંનલાઈન તેમજ ઓફ્લાઈન
બુકીંગ ની વ્યવસ્થા છે .ઓન લાઈન બુકીંગ માટે http://dic.mp.nic.in/ujjain/mahakal/Dharmshala/Dharmshala_booking.aspx?section_name=Dharmshala%20Booking લીંક પર થી બુકીંગ કરાવી શકાય છે .
We stayed here on 15/7/2018 .Good Place
Shri Laxmi Venkatesh Mandir Ashram
Ramanujkot Mandir, Ramghat, Ujjain, M P - 456001.
( This is a Beautiful and Cheaper Place to stay BEST )
કેવી રીતે પહોચવુ : ઉજ્જેન રેલ્વે
અને બસ માર્ગે સરળતાથી પહોચી શકાય છે. અમદાવાદ
થી સોમનાથ જબલપુર એક્ષપ્રેસ ,શાંતી એક્ષપ્રેસ ,અમદાવાદ પટના એક્ષપ્રેસ , સાબરમતી એક્ષપ્રેસ , સારે જહા સે અછા એક્સપ્રેસ
ની સીધી સગવડ છે.
No comments:
Post a Comment